વિરોધી શબ્દો ચાર્ટ ધોરણ – 6 worksheet pdf : અહીં ધોરણ ૫ અને ૬ના વિદ્યાર્થીઓ માટે વિરોધી શબ્દોની ચાર્ટ – વર્કશીટ આપવામાં આવી છે. આ કુલ છ ચાર્ટશીટમાં સરળથી લઈને કઠિન શબ્દો સુધીના, મોટાભાગના શબ્દો અને તેના વિરોધી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર્ટશીટ દ્વારા બાળકો લગભગ ૨૦૦ જેટલા શબ્દોના વિરોધી શબ્દો શીખી શકશે.
ગુજરાતી વ્યાકરણનો એક મહત્વનો ભાગ વિરોધી શબ્દો છે. બાળકોને લેખનમાં કુશળ બનાવવા માટે તેમનું શબ્દભંડોળ સમૃદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે. આ વિરોધી શબ્દોની ચાર્ટશીટ બાળકોને શબ્દભંડોળ વધારવામાં અને લેખન સુધારવામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ચાર્ટ નો ઉપયોગ વર્ગખંડ – અભ્યાસખંડ ની દીવાલો પર લગાવી ને કે પછી વ્યક્તિગત ઉપયોગ માટે લઇ શકાય છે.
વિરુદ્ધાર્થી શબ્દો List :
પ્રશ્ન X ઉત્તર
ઠંડું X ગરમ
વ્યર્થ X સાર્થક
મીઠું X કડવું
અસ્ત X ઉદય
ખોફ X મહેર
જન્મ X મરણ
રાત X દિવસ
સ્થિર X ચંચળ
જવું X આવવું
વ્યય X સંચય
જાડું X પાતળું
અધિક X ન્યૂન
સંધિ X વિગ્રહ
મૂર્ત x અમૂર્ત
ક્રૂર X દયાળુ
ચલ X અચલ
જમા X ઉધાર
ટોચ X તળેટી
ગૌણ X પ્રધાન
છત X અછત
જ્ઞાત X અજ્ઞાત
છૂત X અછૂત
જડ X ચેતન
શાપ X આશિષ
જ્ઞાન X અજ્ઞાન
દૈવી X આસુરી
ઊંડું X છીછરું