સમાનાર્થી શબ્દો ધોરણ 4 Worksheet

Download

સમાનાર્થી શબ્દો ધોરણ 4 worksheet pdf Gujarati – ધોરણ 4 માટે ખાસ ડિઝાઇન કરાયેલ આ “સમાનાર્થી શબ્દો” Worksheet વિદ્યાર્થીઓ માટે ભાષાના વ્યાકરણ ક્ષેત્રમાં આધારભૂત સમજૂતી આપે છે. સમાનાર્થી શબ્દો એ એવા શબ્દો છે કે જેમાં બે કે તેથી વધુ શબ્દોનો અર્થ સમાન હોય છે. આ Worksheetમાં પ્રચલિત શબ્દોના બબ્બે સમાનાર્થી શબ્દો ચાર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકે.

  • આ Worksheet નો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષક દ્વારા કરી શકાય છે કે પછી વિદ્યાર્થી ઘરે પ્રિન્ટ કરાવીને અભ્યાસ માટે ઉપયોગ કરી શકે છે. તમામ સામગ્રી ખૂબ જ ઉપયોગી અને પ્રિન્ટેબલ છે, જે શિક્ષણને વધુ રસપ્રદ અને સરળ બનાવે છે.
  • વિશેષતાઓ:
  • ચાર્ટ સ્વરૂપે પદાર્થની સ્પષ્ટ રજૂઆત
  • રોજબરોજના વપરાશમાં આવતા પ્રચલિત શબ્દો સાથેના ઉદાહરણો
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
  • મફત પ્રિન્ટેબલ ફોર્મેટ

સમાનાર્થી શબ્દો ધોરણ 4

  1. • ઈનામ- પારિતોષિક, પુરસ્કાર
  2. • કાયર- ડરપોક, બીકણ
  3. • અગ્નિ- અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
  4. • કાળું- શ્યામ, શ્યામલ, શામળું, કૃષ્ણ, કાજળ
  5. • અમૃત- અમી, પીયૂષ, સુધા
  6. • અચાનક- એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
  7. • અક્કલ-બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
  8. • ચંદ્ર- ચંદ્રમા, ઈન્દુ સુધાકર, શશી, મયંક, હિમાંશુ
  9. • કુદરત- પ્રકૃતિ, નિસર્ગ, સૃષ્ટિ
  10. * આંખ- નેત્ર, નયન, ચક્ષુ, લોચન, દગ ચક્ષ
  11. • ક્રોધ-રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
  12. • ઉન્નતિ – વિકાસ, ઉત્કર્ષ, ચડતી, ઉત્થાન