ભારતની મુખ્ય નદીઓ અને તેમના સ્ત્રોત પ્રવૃતિ સાથે શીખો

વર્કશીટમાંથી વિધાર્થીઓને ભારતના ભૌગોલિક જ્ઞાનમાં વધારો થાય છે, ખાસ કરીને નદીઓ અને તેમના ઉદ્ગમ વિશેની માહિતી સાથે. ઉપરી ઉમેરાયેલ તથ્યો, જેમ કે “નર્મદા અને તાપી માત્ર એવી નદીઓ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે”, વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન માટે પણ ઉપયોગી બને છે.

ભારતની મુખ્ય નદીઓ અને તેમના સ્ત્રોત શીખો Worksheet

આ વર્કશીટમાં ભારતની પ્રમુખ નદીઓ અને તેમના સ્ત્રોત શીખો પર મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વર્કશીટમાં ભારતની 10 મુખ્ય નદીઓના નામો — જેમ કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહાનદી અને સરસ્વતી — અને તેમના ઉદ્ગમ સ્થળો (સ્ત્રોત) દર્શાવવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, ગંગા નદી ગોમુખ, ગંગોત્રી હિમનદ (ઉત્તરાખંડ)માંથી ઉદ્ભવે છે, જ્યારે યમુના યમુનોત્રી હિમનદમાંથી શરૂ થાય છે. બ્રહ્મપુત્ર નદી ચીનના તિબ્બત પ્રદેશના ચેમાયુંગુ ડુંગર પરથી શરૂ થાય છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતની નદીઓ જેમ કે નર્મદા (અમરકંટક ટેકડી), તાપી (સત્વપુરા પર્વતશ્રેણી), ગોદાવરી (નાસિક), કૃષ્ણા (મહાબળેશ્વર), અને કાવેરી (તલકાવેરી)ના સ્ત્રોતો પણ વર્ણવ્યા છે.

ભારતની મુખ્ય નદીઓ અને તેમના સ્ત્રોત કેવી સરળ રીતે શીખી શકો ?

આ વર્કશીટમાં બે પ્રકારના પ્રશ્નો આપેલા છે:

  • પ્રશ્ન 1: ખાલી જગ્યાઓ ભરો – જેમાં વિદ્યાર્થીએ નદીના નામ સામે યોગ્ય સ્ત્રોત લખવાનો છે.
  • ગંગા – ______________________
  • યમુના – ______________________
  • બ્રહ્મપુત્રા – ______________________
  • નર્મદા – ______________________
  • તાપી – ______________________
  • ગોદાવરી – ______________________
  • કાવેરી – ______________________
  • મહાનદી – ______________________
  • કૃષ્ણા – ______________________
  • સરસ્વતી – ______________________
  • પ્રશ્ન 2: સાચું કે ખોટું નોંધો – જેમાં 15 જેટલા નિવેદનો આપવામાં આવ્યા છે, — અને વિદ્યાર્થીએ તે યોગ્ય છે કે નહીં, તે નિશ્ચિત કરવાનું છે.
  • ગંગા નદીનો ઉદ્ભવ ગોમુખ ખાતે થાય છે. – ____________
  • યમુના નદી પંજાબમાંથી ઉદ્ભવે છે. – ____________
  • નર્મદા નદી અમરકંટક પર્વતમાળામાંથી ઊગે છે. – ____________
  • બ્રહ્મપુત્રા નદી ચીનમાંથી ભારતમાં પ્રવેશે છે. – ____________
  • તાપી નદી પૂર્વ દિશામાં વહે છે. – ____________
  • ગોદાવરી નદી મહારાષ્ટ્રમાં ત્રયમ્બકેશ્વર પર્વતથી ઊગે છે. – ____________
  • કૃષ્ણા નદીનો ઉદ્ભવ તામિલનાડુમાં થાય છે. – ____________
  • કાવેરી નદી તલકાવેરીથી શરૂ થાય છે. – ____________
  • સરસ્વતી નદી આજના સમયમાં સંપૂર્ણ દૃશ્યમાન છે. – ____________
  • મહાનદી નદી પશ્ચિમ બંગાળમાં ઉદ્ભવે છે. – ____________
  • તાપી અને નર્મદા બંને નદીઓ પશ્ચિમ દિશામાં વહે છે. – ____________
  • બ્રહ્મપુત્રા નદી આસામ રાજ્યમાંથી પસાર થાય છે. – ____________
  • ગોદાવરી નદીને ‘દક્ષિણની ગંગા’ તરીકે ઓળખવામાં આવે છે. – ________
  • યમુના અને ગંગા નદીઓનો સંગમ હર્ષિલ ખાતે થાય છે. – ____________
  • કૃષ્ણા નદી બે મોટા રાજ્યો – મહારાષ્ટ્ર અને કર્ણાટક – માંથી પસાર થાય છે. – ____________

Get This Worksheet

આ વર્કશીટ થી ભણતર માં શુ લાભ થશે ?

નદીઓના ઉદ્ભવ સ્થાન વિશે સચોટ જાણકારી: આ વર્કશીટ નદીઓના સ્ત્રોત ના ઉદ્ભવ સ્થાન ની ચોકસાઈ પૂર્ણ માહિતીની આપે છે.

ભારતની નદીઓના ભૂ-વિસ્તારો (જળ-વિભાજક ક્ષેત્રો) વિશે સમજણ કેળવે છે: આ વર્કશીટ નદીઓના પ્રદેશોને “ભૂ-વિસ્તારો” અથવા “જળ-વિભાજક ક્ષેત્રો” તરીકે વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે.

પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની તૈયારીમાં મદદરૂપ થાય છે: આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માં પૂછ્યા એવા પ્રશ્નો જેમાં આ પ્રશ્નો નો સમાવેશ થઇ છે તેને શીખવા માટે ખુબજ ઉપયોગી અને સરળ વર્કશીટ છે.

No PDF file available.

File Name:

0

Leave a Comment